Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપનો કોઈ નેતા જોઈએ નહીં ગામમાં, બહાર નીકળો, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ બન્યા નર્મદા પૂર ગ્રસ્ત વિસ્તાર લોકોના રોષનો ભોગ

Share

ભરૂચ અને અંકલેશ્વરમાં પુર બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે જઈ રહેલા રાજકારણીઓ પ્રજાની નારાજગીનો એક બાદ એક ભોગ બની રહ્યાં છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિનો બુધવારે અંકલેશ્વર અને ભરૂચમાં ઘેરાવો કરી પુરથી તારાજ પ્રજાએ ઉઘડો લેતા તેઓની બોલતી બંધ થઈ ગઈ હતી. નેતાઓ, રાજકારણીઓ સાથે અધિકારીઓએ પણ નાજુક સ્થિતિને જોઈ ચાલતી પકડવી પડી હતી.

આજે ગુરુવારે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ તાલુકાના જુના બોરભાઠા ગામે પહોંચ્યા હતા. હજી તો આ ધારાસભ્ય કારમાંથી નીચે ઉતરી પ્રજાને સાંત્વના આપે તે પહેલા જ પૂરગ્રસ્ત લોકોએ તેમને ઘેરી લઈ રોષનો મારો શરૂ કરી દીધો હતો.

હવે વોટ માંગવા અવશો નહિ. એક SDRF કે તંત્રની ટીમ આવી નથી. પુર વખતે કોઇ ના દેખાયું ને હવે બધા નેતા નીકળી પડ્યા છે. સમય પર કોઈ નહિ આવ્યું સાહેબ. તેમ કહી ગ્રામજનોએ ધારાસભ્યને ગામમાંથી બહાર નીકળવા રોકડું પરખાવી દીધું હતું. કોઈ નેતા ગામમાં જોઈએ નહીં જતા રહોના લોકોના જનઆક્રોશ વચ્ચે અંતે ધારાસભ્યએ પોતાની કારમાં બેસી ગામ છોડી દેવાનો વારો આવ્યો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા::સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ…….

ProudOfGujarat

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

ProudOfGujarat

યુકેમાં નડિયાદના યુવાનનું કીડનેપ કરાવી પિતા પાસેથી ખંડણી માંગતા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!