અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તાર સોસાયટીઓના ગણેશોત્સવ આયોજક મંડળો દ્વારા આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવી આગામી તારીખ 19 સપ્ટેમ્બરના રોજથી શરૂ થનાર ગણેશોત્સવના ભાગરૂપ ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના સરકાર એ નક્કી કરેલ નિયમો અનુસાર કરવા જઈ રહ્યા છે.
ગત અમુક વર્ષોથી તંત્ર દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા હેતુ કુત્રિમ તળાવ, કુંડ ઉભા કરી આયોજક મંડળોને ફરજીયાત પણે નક્કી કરેલ તળાવ, કુંડમાં ભગવાન ગણેશજીની પ્રતિમા વિસર્જિત કરવાની ફરજ પાડવામાં આવે છે. તંત્ર દ્વારા વિસર્જિત બાદ ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું યોગ્ય જતન કરવામાં આવતું નથી, અને કુત્રિમ તળાવોમાં પ્રતિમાઓ દયનિય હાલતમાં હોય તેવા ફોટો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.
અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળના આયોજકોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી ગણેશજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે તંત્ર મંજુરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.