Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના હજાત ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ – જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ સતત કામગીરી કરી રહી છે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નશાનો વેપલો કરતા તત્વોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા હાંસિલ થઈ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે હજાત ગામની સીમમાં દરોડા પાડ્યા હતા તે જ દરમ્યાન સફેદ કલરની સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને સગેવગે કરતા હોય ક્રાઇમ બ્રાંચ દ્વારા તેઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ સ્થળ ઉપરથી ભરતભાઈ રમણભાઈ વસાવા રહે, હજાત ગામ, અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો સહિત કુલ 5,01,600 નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યની રજૂઆત બાદ ઝઘડિયા સરસાડ એસટી રૂટ ભાવપુરા સુધી લંબાવાયો.

ProudOfGujarat

અમદાવાદ આરબીઆઈની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કરતા સંદીપ માંગરોલા: આગામી તપાસ નાબાર્ડને સોંપાઈ

ProudOfGujarat

સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર સ્થિત ચામુંડા માતાનું મંદિર આજથી 11 દિવસ દર્શન માટે બંધ રહેશે કોરોના વાયરસની દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!