Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

Share

ભરૂચ એસ.ઓ.જી ની ટીમ ગતરાત્રિના અંકલેશ્વર ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે એક ટાટા કંપનીનો ટેમ્પો પરચુરણ ભંગાર સાથે અહીંથી પસાર થવાનો હોય આ ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જી પોલીસે ટાટા કંપનીનો ટેમ્પો રોકીને ચેક કરતા તેના પાછળના ભાગમાં લોખંડના પતરા, સળિયા સહિતનો પરચુરણ ભંગાર ભરેલ હોય જે ટાટા કંપનીના ટેમ્પોમાં રહેલ ભંગારની ખરીદીના બિલ વિશેની ડ્રાઇવરને પૂછતાછ કરતા કોઈપણ પ્રકારના આધાર પુરાવા ના હોય તેમજ વાહનની આર.સી બુક માંગેલ પરંતુ તે પણ ના હોય તેમ જ માલિકનું નામ કે ટેમ્પોના કોઈપણ જાતના પુરાવાના હોય આથી આ પરચુરણ ભંગાર અને ટાટા કંપનીનો ટેમ્પો રજીસ્ટર નંબર GJ-16-AV-8581 મળી કુલ રૂપિયા 3,08,500-/ નો મુદ્દામાલ ઝડપી લઇ આરોપી રાજેશ વસંતલાલ પંડીયા ઉંમર વર્ષ 52 રહેઠાણ ચૌટાબજાર, ફાંસી ફળિયુ, અંકલેશ્વર જિલ્લા ભરૂચની અટક કરી તમામ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

રાજપારડીની ૩ વર્ષની નાની છોકરીએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરની દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની ફરિયાદ થઈ છે.

ProudOfGujarat

-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!