અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ સુદામા એસ્ટેટમાં ડુપ્લીકેટ ખેતીવાડીની જંતુનાશક દવાઓનું ગોડાઉન ઝડપી આઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI આર.કે.ટોરાણીની ટીમ દ્વારા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં-એલ-૧૫ માં આવેલ એસ્ટ્રો કેમ ફાર્મા બીલ્ડીંગમાં આવેલ ગોડાઉનમાં અન્યની જિંદગી જોખમાય તે રીતે જંતુનાશક દવાની બનાવટ કરતાં હોય જે જગ્યાએ પોલીસે દરોડો પાડતા આરોપી દ્વારા અલગ-અલગ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વિવિધ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોય જે દવાઓ બનાવનાર નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ઉ.વ.૨૭ રહે ૪૦૩ સ્વર્ણ રેસીડન્સ ગોલ્ડન પોઇન્ટ ચોકડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે મોટા વડાળા તા-કાલાવાડ જી-જામનગર નાને પોલીસ દરોડા દરમિયાન ઝડપી લઈ અલગ-અલગ કંપનીની દવાઓ, પેસ્ટીસાઇઝ પાવડર, એસીડ, અલગ અલગ કંપનીના સ્ટીકર, પાઉચ સીલ મશીન, બોટલ ફીલીંગ મશીન, સ્કેનર પ્રીન્ટીંગ મશીન, ઇલેક્ટ્રીક વજન કાંટો, પ્લાસ્ટીકના લીક્વીડ પંપ સહિત કુલ રૂ. 8,53,680 સાથે ઝડપી પાડી CRPC કલમ 41(1)D મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.