Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલવે કોલોનીમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો.

Share

અંકલેશ્વરમાં રેલ્વે કોલોનીમાંથી ચોરી કરેલ હોન્ડા કંપનીની મોટરસાયકલ સાથે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.એચવાળા પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી મળેલ કે રેલવે ગોદી રોડ પર એક હોન્ડા કંપનીની ચોરાયેલી મોટરસાયકલ સાથે ઈસમ ઉભેલ હોય આથી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના મૂળ આ શખ્સ મોહમ્મદ જુનેદ ઉર્ફે સકલેન સાદત શેખ ઉંમર વર્ષ 24 રહેઠાણ મીતા એપાર્ટમેન્ટ, મુબિન સોસાયટી અંકલેશ્વરને રેલવે સ્ટેશનથી સરદાર પટેલ હોસ્પિટલ તરફ આવતા ગોદી રોડ પર લાલ કલરની હોન્ડા મોડલની મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-16-CJ-8324 કિંમત રૂપિયા 45000 સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી લીધેલ હોય, પોલીસે યુક્તિ પ્રયુક્ત થી પૂછપરછ કરતા આ મોટરસાયકલ રેલવે કોલોનીમાંથી ચોરી કરેલ હોય તેવી આ શખ્સે પોલીસ સમક્ષ કબુલાત આપી હોય આથી પોલીસે આઈપીસી કલમ 379 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે આ કેસને ભરૂચ પોલીસ મથકે મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

ProudOfGujarat

રાજપીપળામાં આવેલ આશાપુરી મંદિરના વિસ્તારમાં સરકારી નળમાંથી સાપનો કણ નીકળતાં લોકોમાં રોષ

ProudOfGujarat

પાલેજ રેલવે ના પડતર પ્રશ્ર્નો અંગે પંચાયત તેમજ જમીયત દ્વારા જી.એમ ને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!