Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કન્ટેનરમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ પર લગામ લગાવવા માટે નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સતત માર્ગદર્શન આપી વિવિધ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી નશાનો વેપલો કરતા તત્વોને કાયદાના પાઠ ભણાવી જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ સિલ્વર સેવન ખાતેના કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા જ્યાં બાતમીવાળુ કન્ટેનર નંબર GJ 01 DZ 2098 મળી આવ્યું હતું.

Advertisement

પોલીસે કન્ટેનરની તલાસી લેતા અને ડ્રાઇવર અંગે પૂછપરછ કરતા કોઈ મળી આવ્યું ન હતું દરમ્યાન કન્ટેનરમાં બનાવેલ ચોરખાનામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિવિધ બ્રાન્ડની 4260 નંગ બોટલો મળી આવી હતી, જે બાદ પોલીસે શરાબનો જથ્થો સહિત કન્ટેનર મળી કુલ 31,30,000 નો મુદ્દામાલનો કબ્જો લઈ સમગ્ર મામલે અજાણ્યા ટ્રક ડ્રાઇવર સહિત દારૂ મંગાવનારા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

વિસાવદર તાલુકા પત્રકાર સંઘ અને તેમના પરિવારનું વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના અનુલક્ષીને ચેકઅપ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વર જવાનાં માર્ગ પર છાપરા પાટિયા પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા…

ProudOfGujarat

ભરૂચ ની આદિવાસી પ્રજા ઝંખે છે પાક્કા મકાનો ,કલેકટર ને આપ્યુ આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!