જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરીત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભરૂચ આયોજીત પીરામણ કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદશૅન – ૨૦૨૩-૨૪ સ્ટાર ઇંગ્લીશ મિડીયમ સ્કુલ કોસમડી ખાતે યોજવામાં આવ્યુ. પ્રદશૅનની શરૂઆત પ્રાથૅનાથી કરવામા આવી. આમંત્રિત મહેમાનોનું સ્વાગત ગીત તેમજ તુલસી ક્યારા દ્વારા સ્વાગત કરવામા આવ્યુ.
ભરૂચ જિલ્લા વિજ્ઞાન સલાહકાર તેમજ અંકલેશ્વર તાલુકા લીએઝન પી. બી. પટેલ સાહેબે કૃતિમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને તથા માગૅદશૅક શિક્ષકોને પ્રોત્સાહિત કયાૅ હતા. બી. આર. સી. કો. વિજયભાઈ પટેલે શ્રેષ્ઠ પાંચ કૃતિ બ્લોક લેવલથી આગળ વધી રાજ્ય કક્ષાએ પહોંચે અને પોતાના કલસ્ટર સાથે અંકલેશ્વર બ્લોકનું નામ ઉજળુ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બીટ નિરીક્ષક ભકિતબેન કોસમીયાએ પણ તેમની વાણીમાં બાળ વૈજ્ઞાનિકોને બાળ વૈજ્ઞાનિક પ્રદશૅનમા ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા. કલસ્ટર કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદશૅનમા કલસ્ટરમાંથી ૪૭ કૃતિઓએ ભાગ લીધો હતો. સ્ટાર ઇંગ્લીશ મિડીયમના આચાયૅ કે. કે. મિશ્રા અને સમગ્ર સ્ટાફગણે સુંદર ટીમવકૅથી કાયૅ કરી કાયૅક્રમને દિપાવ્યો હતો.
સુંદર વ્યવસ્થા, સ્વાદિષ્ટ ભોજન તેમજ ટ્રોફીના સૌજન્ય બદલ સી. આર. સી. કો. જયેશભાઇ પ્રજાપતિ દ્વારા સ્ટાર ઇંગ્લીશ મિડીયમ પરિવાર તેમજ ટ્રસ્ટીગણનો આભાર માનવામાં આવ્યો હતો. પાંચેય વિભાગ પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકોને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામા આવી હતી. વિભાગ-૧ માં પ્રા. શા. પીરામણ, વિભાગ-૨ અને ૩ મા ચાણક્ય વિદ્યાભવન, વિભાગ- ૪ માં કોસમડી કન્યા પ્રા. શા., વિભાગ-૫ મા સરદાર પટેલ પ્રા. શા. એ શ્રેષ્ઠ કૃતિ તરીકે દેખાવ કયોૅ હતો. સ્ટાર ઇંગ્લીશ મિડીયમ તેમજ સી. આર. સી. કો. અને કન્વીનરશ્રીના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે બાળ વૈજ્ઞાનિક પ્રદશૅન સફળ રહ્યુ હતુ.
અંકલેશ્વર : કોસમડીની સ્ટાર ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદશૅન – ૨૦૨૩-૨૪ યોજાયું
Advertisement