અંકલેશ્વર જીઆઇડીસીમાં માત્ર 3 વર્ષની કુમળી બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમને પોલીસે મુંબઈથી ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. રક્ષાબંધનના પર્વે મુંબઈમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા પહોંચેલા આરોપીનો અહીં અગાઉથી પોલીસ ઇંતેજાર કરી રહી હતી જેને ઝડપી પડાયો હતો.
ગત તા.19 ઓગસ્ટ 2023 ના રોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર 03 વર્ષની બાળકીને અહી જ કામ કરતો રામુ પ્રભુદયાલ રાજપુત રમાડવાના બહાને મકાનના બીજા માળે લઈ ગયો હતો. આ પિશાચે બાળકી સાથે દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. બનવની અંક્લેશ્વર GIDC પો.સ્ટે.માં ગુ.ર.નં. પાર્ટ.A.11199021230926/2023 IPC કલમ 342, 354, 354(A), 354(B), 376(1), 376(2)(F), 376(2)(J), 376(3), 376(AB) તથા પોક્સો એક્ટ 4, 6, 8, 10, 12 મુજબની નોંઘી પોલીસ ઇન્સ્પેકટર બી એન સગરે આગળની તપાસ હાથ ધરી હતી.
– મુંબઈ અને યુપીમાં ટીમ મોકલી વોચ ગોઠવાઈ
ગુનાની ગંભિરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારીતથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીની સત્વરે પકડી કાયદેસરની કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. આઇ.પી.એસ.અધિકારી લોકેશ યાદવ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી એક ટીમ આરોપીના મુળવતન ઉત્તરપ્રદેશ અને મુંબઈ ખાતે રવાના કરાઈ હતી.
– રક્ષાબંધનની ઉજવણી કરવા મુંબઈ ગયેલો આરોપી ઝડપાઇ ગયો
આરોપીને પકડવા માટેના સઘન પ્રયત્નો હાથ ધરેલ તે દરમ્યાન CCTV ફુટેજના તેમજ ટેકનીકલ સર્વેલંશ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી મુંબઇ ખાતે રહેતા તેના પુત્રના ઘરે ગયેલ હોવાનું જણાતા મુંબઈ ખાતેની પોલીસ ટીમ દ્વારા આરોપીના પુત્રના ઘરે તપાસ કરતા આરોપી રક્ષાબંધનો તહેવાર હોવાથી તા.૩૦/૦૮/૨૦૨૩ ના રોજ તેના પુત્રના ઘરે આવતા આરોપી આરોપી રામુ પ્રભુદયાલ રાજપુત ઉ.વ.49,હાલ રહેવાસી, પ્લોટ નંબર.3086/૭૭/૭૮/૭૯, નિયમ ચોકડી પાસે અંકલેશ્વરને ટીમ દ્રારા પકડી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે લાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગુનાનો ભેદ ઉઈકેલવામાં આઇ.પી.એસ. અધિકારી લોકેશ યાદવ અને પો.ઇન્સ. બી.એન.સગર સાથે પો.સ.ઇ.એ.વી.શીયાળીયા, અ.પો.કો.પિન્ટુસિંહ ગફુરસિંહ, અ.પો.કો.યશપાલસિંહ મહોબતસિંહ, અ.હે.કો.જીગ્નેશભાઇમોતીભાઇ, અ.હે.કો.જયરાજસિંહ પોપટસિંહ અને પો.કો.ગોવિંદભાઇ કરશનભાઈએ જહેમત ઉઠાવી હતી.
– આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાશે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા રામુ પ્રભુદયાલ રાજપુત ઉ.વ.49 ની મુંબઈથી ધરપકડ બાદ તેને અંકલેશ્વર લાવવામાં આવ્યો છે. પોલીસે તેના મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી દાખલારૂપ કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે.