Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ જોગરી પાવડર તેમજ ગોળના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો દરમ્યાન ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ ટેમ્પો ચાલકની વોચ ગોઠવી હતી.

ક્રાઇમ બ્રાંચના કર્મીઓ વોચમાં હતા ત્યારે હસ્તી તળાવ નજીક એક ટેમ્પો નંબર GJ 16 AV 1106 ને રોકી તેની તલાસી લેતા તેમાંથી જોગરી પાવડર 1500 કિલો તેમજ 750 કિલો ગોળનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે કમલેશભાઈ ગિરધરભાઈ વસાવા રહે, મોદી ફળિયું, નવા કાંસિયા અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેની પાસેથી ટેમ્પો સહિત કુલ 1,45,500 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

ભરૂચનાં મકતમપુર ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં ગેટ નજીક કર્મચારીઓ માસ સીએલ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું…

ProudOfGujarat

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

માંગરોળ : મોસાલીથી ઝાબ પાતલ ડબલ માર્ગ પર મોટા અને વધુ પ્રમાણમાં બમ્પરો મુકતા વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!