અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં આવેલ ટોલ નાકા પાસેથી ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ કી.રૂ. ૬,૬૪,૯૦૦ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ LCB નો સ્ટાફ અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર હાજર હોય ત્યારે માહીતી મળી હતી કે, એક ટેમ્પો દહેજથી અંક્લેશ્વર અંસાર માર્કેટ તરફ આવનાર છે. આ ટેમ્પામાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો છે. આ માહિતીના આધારે પોલીસે ટોલનાકા ખાતે વોચ તપાસમાં હાજર હતા. તે માહીતીવાળો ટેમ્પો આવતા તેને સાઇડમાં કરાવી ચેક કરતા ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો 5330 કિ.ગ્રામ કિં.રૂ.1,59,900 તથા ટેમ્પાની કિં.રૂ.5,00,000 તથા મોબાઇલ નંગ-1 કિં.રૂ.5,000 મળી કુલ કિં.રૂ.6,64, 900ના મુદ્દામાલ સાથે સતિષકુમાર દિપકકુમાર સરોજ, ભુષણ લાલબિહારી હરીજન, રામકેવલ રામબ્રીજ હરીજન અને સુરેન્દ્ર હરી યાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડી સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આ ભંગારનો સામન તેઓ ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
અંકલેશ્વરના ટોલનાકા પાસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી
Advertisement