– નેશનલ હાઇવેને અડીને આવેલ ગોડાઉનો તંત્રની માન્યતા પ્રાપ્ત છે..?
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં ચાલુ વર્ષે આગની ઘટનાઓ સતત સામે આવી ચુકી છે, જેમાં પણ મોટા ભાગે આગની ઘટનાઓ નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનોમાં લાગી છે.
અંકલેશ્વરના અંસાર માર્કેટ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનોમાં વર્ષે દરમ્યાન અનેક આગ લાગવાની છાશવારે ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે, તેવામાં હવે આ ભંગારના ગોડાઉનોની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
કહેવાય રહ્યું છે કે આ ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાનું મુખ્ય કારણ ગોડાઉનોમાં રહેલ કોઈ કેમિકલ પક્રિયાઓ તથા ડ્રમોની સાફ સફાઈ દરમ્યાન કોઈ કારણસર આગ લાગતી હોવાથી આ ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અહીંયા સવાલો એ થાય છે કે શું આ વિસ્તારમાં આવેલ તમામ ગોડાઉનો કાયદેસરના છે..?
શું આ તમામ ભંગારીયાઓ પાસે જીપીસીબી કે અન્ય કોઈ વિભાગોના લાયસન્સ છે..? જીપીસીબી વિભાગ દ્વારા ઘણીવાર ભંગારીયાઓ સામે નોટીશો કે કાર્યવાહી કરવામાં આવી છે, તેમ છતાં આ વિસ્તારમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
ત્યારે જાગૃત નાગરિકોના ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું જીપીસીબી કે પોલીસ વિભાગ અવારનવાર લાગતી ગોડાઉનોમાં આગની ઘટનાઓ અંગેની ઊંડાણ પૂર્વક તપાસ કરે છે..? સ્થળ પર ક્યા પ્રકારના કેમિકલો મિશ્રિત છે તેના પર પૂછપરછ કરવામાં આવે છે..? કેમ આવા લોકો સામે જીપીસીબી કે પોલીસ વિભાગ લાચાર જણાય છે..?
અંસાર માર્કેટના અંદરના ભાગે કહેવાય રહ્યું છે કે કેમિકલ યુક્ત પદાર્થના ખાડાઓ પણ નજર આવે છે, તો જીપીસીબી ક્યાં અને ક્યા પ્રકારની કામગીરી કરે છે, કોઈ કંપનીઓ ભંગારની આડમાં પોતાનો કેમિકલ યુક્ત કચરાના નિકાલ કરે છે..? આ વિસ્તારમાં તેવી અનેક બાબતો હાલ છાશવારે સળગતા ભંગારના ગોડાઉનો બાદથી લોકોમાં જામી છે.