10 વર્ષથી નાસતા ફરતા હત્યાના બનાવના આરોપીને પેરોલ ફર્લો સ્કોડ પોલીસે રાજકોટ જિલ્લામાંથી શોધી કાઢી અંકલેશ્વર જી.આઈ.ડી. સી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે.
પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અઘિક્ષક મયુર ચાવડાએ પેરોલ ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સુચના આપેલ હોય. જે અનુસંધાને પો.સબ.ઇન્સ. વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમના માણસો આવા ફરારી કેદી તથા નાસતા-ફરતા આરોપી શોધી કાઢવા અને પ્રયત્નો હાથ ધરેલ જે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી બાતમી મળેલ કે અંકલેશ્વર GIDC પો.સ્ટે. ગુ.ર.ના | ૮૨.૧૪. ઇપીકો ક.૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪૨, Mact ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામે નાસતો- કરતો આરીપી દિનેશભાઇ કેશવમાઇ ભાભોર રહે ધનાર પાટીયા. ભાભોર ફળીયું તા. ધાનપુર જી. દાહોદનો જે આરોપીનું નામદાર કોર્ટ દ્વારા CRPC ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે, જે હાલ રાજકોટ જીલ્લાના જામ કંડોરણા તાલુકાના ચાવંડી ગામની સીમમાં ગોપાલભાઇ વજુભાઇ તારપરા નાઓના ખેતરમાં ખેત મજુરી કરી રહેતો હોવાની બાતમી મળેલ જે આધારે પો.સ.ઈ. વી. એ. રાણા તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ તત્કાલીક રાજકોટ જીલ્લા ખાતે રવાના થઈ ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીને ચાવંડી ગામની સીમમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર GIDC પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.