Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વ.અહેમદભાઈ પટેલની ૭૪ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદભાઈ પટેલની ૭૪ મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જરૂરિયાત મંદ પરિવારની મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને કપડા, ગણવેશ, નોટબુક ડાયરા તેમજ સ્કુલ બેગનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અહમદભાઇ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલે અન્ય વિશિષ્ટ લોકોની ખાસ હાજરીમાં વીતરણ કરાયું.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદભાઈ પટેલની ૭૪ મી જન્મ જયંતી નિમિત્તે તેમની સ્મૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના ઉમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વ. અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ, પબ્લિક સ્કૂલના ટ્રસ્ટ પ્રમુખ નાઝુ ફડવાલા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને ડ્રેસ મટીરીયલ, વિદ્યાર્થીઓને યુનિફોર્મ, નોટબુક ડાયરા તેમજ સ્કુલ બેગનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે નોટબુક ડાયરા અને સ્કુલ બેગ પર અહમદભાઇ પટેલના ફોટા પ્રીન્ટ હોય સૌને આકર્ષિત કર્યા હતા. ફૈઝલ પટેલે ઉપસ્થીત લોકોને સંબોધન કરતા જણાવ્યું કે સમાજમાં શિક્ષણનું સ્થાન ખુબ ઉચ્ચ છે, અહીં જે મારા પિતા અહમદભાઇ પટેલની યાદમાં નાઝુભાઈ ફડવાલા દ્વારા જે શિક્ષણમાં ઉપયોગી થાય એવી વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે, તે પ્રશંસાને પાત્ર છે. યુવાનો શિક્ષીત થાય અને પોતાના અને દેશના વિકાસમા ફાળો આપે એવી શુભેચ્છા પાઠવું છું.

આ કાર્યકમમાં ઉપસ્થીત અહમદભાઇની સુપુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં સહાય વીતરણ કાર્યકમમાં ઘણી બધી મહીલાઓ બેઠી છે અને ઘણી વિદ્યાર્થીનીઓ પણ છે ત્યારે હું જણાવીશ કે મહીલાઓએ શિક્ષિત થવું પડશે, સારુ શિક્ષણ મેળવવું પડશે અને સમાજનાં ઘડતરમાં મહત્વનું યોગદાન આપવું પડશે. શૈક્ષણિક ક્ષેત્રે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ જે શૈક્ષણીક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ખરેખર સરાહનીય છે અને આ પ્રવૃત્તિ આગળ વધે તો સમાજના તમામ વર્ગના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પપ્પાની યાદમાં નાઝુભાઈએ જે કાર્યક્રમ યોજ્યો એમાં સહભાગી થવા બદલ હું એમની આભારી છું અને એમની પ્રવૃત્તિને બિરદાવું છું.

Advertisement

શાળા ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે એને જનતા કદી ભૂલી નહીં શકે. એમણે ભરૂચ જીલ્લાનો સમતોલ વિકાસ કર્યો છે અને છેવાડાના માનવીની હંમેશા ચિંતા કરી હતી. અમે તેમના રસ્તે જ ચાલી સેવા કાર્યો કરી રહ્યા છીએ. તેઓ મારા પ્રેરણા રુપ હતા. એમના વિચારોને લઇ આગળ વધવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અહમદભાઇ ભલે નજરોની સામેથી દુર થયા હોય પણ લોકોના દીલોમાં તો હંમેશા જીવંત રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના પ્રતિષ્ઠિત લોકો એ પણ હાજર રહી આ કાર્યને બીરદાવ્યું હતુ અને અહમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


Share

Related posts

પોરબંદરમાં કોલ્ડવેવની અસર હોવાથી શાળાના સમયમાં ફેરફાર કરવા એન.એસ.યુ.આઇ. દ્વારા રજુઆત.

ProudOfGujarat

મંદીના માહોલમાં ઉદ્યોગોને કોઈ વધારાની રાહત નથી મળી : બી એસ પટેલ, પ્રમુખ, પાનોલી ઉદ્યોગ મંડળ

ProudOfGujarat

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!