અંકલેશ્વર બી ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં મોટર સાયકલ ચોરીના ગુનાઓ નોંધાયા હતા. આવા પાંચ ગુનાઓમાં સંડોવાયેલ એક ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત જોતાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સૂચના અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ વાહન ચોરીના ગુના ડિટેન કરવાની પોલીસે કામગીરી હાથમાં લેતા અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસ ઈન્સપેકટર વી.યુ. ગડરિયા અને એમની ટીમ કાર્યરત હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીમાં ગયેલ હીરો હોન્ડા શાઈન મોટર સાયકલ નં. GJ-16-BM-0550 સાથે એક ઈસમ અંદાડા ગામમાં ફરે છે જે બાતમીના આધારે અંદાડા ગામે વાઘીવાડા રોડ પરથી એક ઈસમને મોટર સાયકલ સાથે ઝડપી જેનું નામ પૂછતાં વિલાસ બબન ધોતી રહે. સહજાનંદ સોસાયટી અંદાડા, અંકલેશ્વર જણાવ્યુ હતું. તેની વધુ પૂછપરછ કરતાં તે છેલ્લા બે મહિનાથી ગડખોલ પાટીયા બ્રિજ નીચે તથા રેલવે સ્ટેશન તથા પ્રતિન ચોકડી આજુબાજુના વિસ્તારમાંથી જુદા જુદા દિવસો દરમિયાન પાર્કિંગમાં પડેલ મો.સા. ની ચોરી કરેલ જણાવેલ અને ચોરીના વાહનો પોતાના ઘરની આજુબાજુમાં સંતાડીને રાખતો હોવાની કબૂલાત કરી હતી. જેની પાસેથી મો.સા. રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.