અંકલેશ્વરમાં ૧૪ ઓગસ્ટના રોજ ભાટવાડમાંથી રાત્રીના સમયે ઘરની બહાર બાંધેલ નાના-મોટા બકરી તથા બકરાની ચોરી થયેલ જે બાબતે અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
બકરાં ચોરીના ગુના અગાઉ પણ નોંધાયેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ વહેલી તકે બકરા ચોર ટોળકીને શોધી કાઢવા સારૂ જરૂરી સૂચનાઓ આપી હતી જે અનુસંધાને અંકલેશ્વર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ એ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી ના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ જેથી અંકલેશ્વર “એ” ડીવીઝન પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળા તેમજ ભરૂચ એલ સી.બી. પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટનાઓએ ટીમો સાથે સ્થળ વીઝીટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજસથી અલગ-અલગ થીયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ઘરેલ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજમાં ચોરી કરવામાં એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ જણાઇ આવતા તેનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી તેના નંબર GJ-01-RF-7048 નો આઇડેન્ટીફાય કરેલ અને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, ” બકરા ચોરીમાં વપરાયેલ સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હીલ ગાડી નડીયાદ ખાતે રહેતો અને અગાઉ બકરા ચોરીમાં પકડાયેલ નીલકંઠ તળપદા વાપરે છે, અને હાલમાં તે નડીયાદ ખાતે તેના ઘરે હાજર છે, અને ફોર વ્હીલ ગાડી પણ તેના ઘર પાસે રાખેલ છે” જે બાતમી હકીકતની જાણ ઉપરી અધિકારીને કરી તેઓની મંજુરી મેળવી એલ.સી.બી. પો.સ.ઇ, આર.કે.ટોરાણી એલ.સી.બી ટીમ તથા અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝનની ટીમ સાથે ખાનગી વાહનોમાં નડીયાદ ખાતે જઇ તપાસ કરતા નિલકંઠ તળપદા મળી આવતા તેને પકડી પાડેલ અને તેને સાથે રાખી તેની સાથે ચોરી કરવામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને નડીયાદ ખાતેથી ઝડપી પાડી, ત્રણેય આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, અમે ત્રણેય સાથે મળી નિલંકઠ પાસેની ફોર વ્હીલ ગાડી લઇ સત્રિના સમયે અંક્લેશ્વર શહેર વિસ્તારમાં આવેલ અને ઘરની બાર બાંધેલ બકરીઓ ઉઠાવી ગાડીમાં ભરી નડીયાદ ખાતે લઇ જઇ વેચી દીધેલ હોવાની કબુલાત કરેલ છે જેથી ત્રણેય આરોપીઓને બકરા ચોરીના ગુનાના કામે હસ્તગત કરી અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોસ્ટ ખાતે સોંપવામાં આવેલ છે. આગળની વધુ તપાસ અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓમાં (1) નીલકંઠભાઇ પોપટભાઇ તળપદા રહે, મીલ રોડ, મજુરગામ તા-નડીયાદ જી-ખેડા (2) અજય જયેન્દ્રભાઇ ચૌધરી રહે, મ.નં.એ/૨૬, ટેકનીકલ સ્કુલની પાસે મજુર ગામ મફતલાલ મીલ રોડ, નડીયાદ જી-ખેડા (3) શૈલેષભાઇ વિઠ્ઠલભાઇ તળપદા રહે, મફતલાલ એપ્રિલ બંધ મીલની બાજુમાં આવેલઝુપડપટ્ટીમાં નડીયાદ જી-ખેડાનો સમાવેશ થાય છે. જયારે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં ફોર વ્હીલ ગાડી નંબર-GJ-01-AF 7048 કિ.રૂ. 3,00,000/- નો સમાવેશ થાય છે.