અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલનાં કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, પોષણ રક્ષક કીટનું વિતરણ અને કેન્સરના દર્દીઓ માટે 60 બેડ ધરાવતી હોસ્ટેલનું ઈ-ભૂમિ પૂજન CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ સાથે જ ભરૂચના ગોલ્ડનબ્રિજ અને કબીરવડને હેરિટેજ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ લાગણી વ્યક્ત કરાઈ હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, કેન્સરના દર્દીઓ માટે પોષણ રક્ષક કીટનું વિતરણ તેમજ કેન્સરના દર્દીઓ માટે રહેવાની 60 બેડ ધરાવતી હોસ્ટેલની સુવિધાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ, સાસંદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી કે સ્વામી, રીતેષ વસાવા, દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર, ડીડીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓ તથા સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
કેન્સરના સચોટ નિદાન અને તેની કેટેગરી જાણવા માટે ₹7.50 કરોડનું પેટ સિટી સ્કેન મશીન ઉપયોગી બની રહે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુક્લિયસ મેડિસિન દર્દીઓને ઇન્જેક કરવામાં આવે છે. જેથી પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયા ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે તે જાણી શકાય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં 40 મેડિકલ કોલેજ બનતા હવે વર્ષે 7000 તબીબો આપણને મળી રહ્યાં છે. તેમ જણાવી રાજ્યમાં વધતી જતી આરોગ્ય સુવિધાઓની માહિતી આપી હતી.