આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક ઉદ્ધઘાટન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા, મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાલા તેમજ સ્પંદન પટેલ, પ્રતિક કાયસ્થ સહિતના આગેવાનો મુખ્યમંત્રીને અંકલેશ્વર વિસ્તારમાં ચોમાસા જઈ ઋતુ દરમ્યાન બિસ્માર અને તકલાડી બનેલા રોડ રસ્તા બાબતે રજુઆત કરવાના હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અંકલેશ્વરમાં આગમન થાય તે પહેલાજ તમામ કોંગ્રેસના રજુઆત કર્તાઓને પોલીસે નજર કેદ કરી લીધા હતા અને બાદમાં પ્રથમ લોકલ ક્રાઇમ બ્રાંચ અંકલેશ્વર તેમજ બાદમાં એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા,પોલીસની આ પ્રકારની કામગીરી સામે કોંગ્રેસના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા એ પોલીસની કામગીરીને સરકારની તાનાશાહી ગણાવી હતી, તેમજ સરકારની વાઇબ્રન્ટ કામગીરીને નિષ્ફળ ગણાવી હતી તેમજ જીઆઈડીસી ના પ્રદુષણ અને અકસ્માતો સહિત ટ્રાફિક સર્કલ ગડખોલ બ્રિજ પર લાઈટો જેવી બાબતોનો ઉલ્લેખ કરી સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.