15 મી ઓગસ્ટના રોજ નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સભારંભનાં અધ્યક્ષ મુસ્તાકભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનોમાં મોટીવેશનલ સ્પીકર મુસ્તાકભાઈ પટેલ, અલ નુર પબ્લિક સ્કૂલનાં ડાયરેક્ટર મોલાના કુટબુલ્લાહ સાહબ નદવી, savraatra પ્રતિબિંબનાં તંત્રી Rauf ભાઈ લાખણી, સામાજિક કાર્યકર્તા અસ્લમ ભાઈ હતિયા, નિર્વુત રેલવે અધિકારી મયનુદ્દીન બેલીમ, કારી વસી અખ્તર, કારી તૈયબ કાવી, મિમ એન્જીન્યરીંગનાં ડાયરેક્ટર ખાલિદ પટેલ તથા નોબેલ માર્કેટ અને આસપાસનાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
મુસ્તાક પટેલે અમુક મહત્વનાં મુદ્દાઓ પર હાજર જનોનું ધ્યાન દોર્યું હતું, જેમાં રાષ્ટ્રધ્વજનાં ત્રણે રંગોનું મહત્વ, 15 ઓગષ્ટ તથા 26 જાન્યુઆરીનાં રોજ રાષ્ટ્ર ધ્વજનું સ્થાન એવા મહત્વનાં મુદ્દા પર સંબોધન કર્યું હતું, ત્યારબાદ અતિથિ વિશેષ મૌલાના કૂટબુલ્લહ નાઓએ પણ આઝાદીની કુરબાનીઓ પર સંબોધન કર્યું હતું. કારી વસી અખ્તર એ પણ સારે જહાં સે અચ્છા એક ખૂબસૂરત અંદાજમાં પઢી હાજરજનોનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ નોબેલ સ્ટીલ વટી આરીફ પટેલ એ મુખ્ય મહેમાનો તથા આસપાસનાં ગ્રામજનોનો આભાર માની આઈસ્ક્રીમ વિતરણ કરી પ્રોગ્રામ સમાપન કર્યો હતો.
અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ
Advertisement