અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૬/૦૯/૨૦૨૦ રોજ રાત્રિના કલાક ૨૦/૩૦ થી તા. ૦૭/૦૯/૨૦૨૦ ની સવારના કલાક ૦૪/૧૫ દરમિયાન હરકોઇ વખતે મોજે ઉટીયાદરા ગામે પલસીટી ખાતે કોઇ ચોર ઇસમે યામાહા કંપનીની બાઇક સફેદ અને કાળા કલરની જેનો નંબર KA-05-KH-8895 ની સને ૨૦૧૮ ના મોડેલની કિં.રૂ. આશરે ૧,૨૫,૦૦૦/- ની જેનો ચોરી કરી લઈ જઈ ગુનો કરતા આ કામના ફરીયાદી વિજયપ્રતાપ દિપનારાયણ ઓઝા,રહે. પલસીટી ઉટીયાદરા મકાન નં-૧૭૮ તા.અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે. સહારનપુર ૫૯/૭ લેબર કોલોની (યુ.પી) નાએ ફરીયાદ આપતા સદર ગુનો તા.૦૭/૦૯/૨૦૨૦ ના કલાક ૧૬/૪૫ વાગ્યે પો.સ્ટે. મા જાહેર કરવામા આવેલ છે.
અન્ય બનાવમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી (૧) ગોરૂ s/૦ તેરૂ ગુન્ડિયા,રહે ચોરામંડલી, મીનાલા ફળીયુ, તા. જિ. જાંબુઆ (મધ્યપ્રદેશ) નાઓને આરોપી મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટમાં પકડાયો હતો જે સબ જેલમાં હતો એ દરમિયાન જાણવા પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસને મોટરસાયકલ ચોરી અંગેની જાણ કરતા તાલુકા પોલીસ ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લાગી વધુ તપાસ હાથ ધરી છે તારીખ – ૦૬/૦૭/૨૦૨૧ ના કલાક – ૧૩/૪૫ વાગે – અટક કરી મુદ્દત અંદર યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ આપ નામદાર સાહેબ નાઓની કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા સારૂ મોકલી આપેલ છે.