Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ પાવડર તથા જંતુનાશક દવાના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરતી SOG પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સતત પોલીસ વિભાગની ટિમો દ્વારા શંકાસ્પદ પ્રવુતિઓ અને ગુનેગારોની હિલચાલ ઉપર પોલીસ દ્વારા વિવિધ સ્થળે દરોડા પાડી ગુનાખોરીને અંજામ આપતા તત્વોને જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ હતી.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના કર્મીઓ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે એક શંકાસ્પદ બોલેરો પિક અપ નંબર Gj, 16,AV 8560 માં હેક્ઝકોના ઝોલ કેમિકલ પાવડર તથા ઇકો ગાડી નંબર MH 16 DC 5503 ને ચેક કરતા તેમાં જંતુનાશક દવા ભરેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ વિભાગ દ્વારા બંને ગાડીઓના ચાલક પાસે મામલે બિલ કે આધાર પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જે બાદ પોલીસે (1) પંકજભાઈ નાગોભાઈ મગરે રહે, સિધ્ધ ખેડા, ધૂલે, મહારાષ્ટ્ર તેમજ (2) રામસાગર સુરત યાદવ રહે, મધુબની, બિહાર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કેમિકલ પાવડર તેમજ જંતુનાશક દવા સહિત ગાડીઓ મળી કુલ 20,93,964 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના તબીબો એ સતત ત્રીજા દિવસે રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ટાઉન રેલ્વે ફાટક પાસે આવેલ અજમેરી નગરીમાંથી જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!