ભારત દેશભક્ત નાગરિકોનો દેશ છે. જેના પ્રત્યેક વ્યક્તિના લોહીમાં રાષ્ટ્રભક્તિ વહે છે. ગત વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાનને દેશવાસીઓએ ખૂબ જ સફળ બનાવી દેશની ગરિમાને જાળવી હતી. આવનારા ગરિમાયુક્ત 25 વર્ષોને યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળ એવું સાર્થક નામ આપ્યું છે.
તેથી આ વર્ષે પણ કેન્દ્ર સરકાર મેરી માટી મેરા દેશ અભિયાનની સાથે આઝાદીનો રાષ્ટ્રીયપર્વ મનાવશે. તે અંતર્ગત આપણે સૌ ભારતવાસીઓ હર ધર તિરંગા અભિયાન ચલાવીએ, વૃક્ષારોપણ અભિયાન ચલાવીએ, કળશયાત્રાનું આયોજન કરીએ, ભૂમિ પૂજન-વંદનનું આયોજન કરીએ, આ દેશની રક્ષા કાજે માટીમાં પોતાના જીવન ન્યોચ્છાવર કરી દેનારા વીરસપૂતોને માન સાથે વંદન કરવાના કાર્યક્રમોનું આયોજન કરવા અંકલેશ્વર ગુરુકુલના શાસ્ત્રી જયસ્વરૂપદાસે સૌ દેશભક્તોને અપીલ કરી છે.
Advertisement