Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો , ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ બે આતંકીઓને આજીવન કેદની સજા

Share

અમદાવાદ ATS એ વર્ષ 2017 માં ઇસ્લામિક સ્ટેટ અને ISIS ના અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડેલા 2 આતંકીઓને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી છે. મૂળ વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા ઉર્ફે અબુ હામઝા અલ મોહજીર સુરત રહેતો હતો. અને લેબ ટેકનિશિયન તરીકે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરીએ જોડાયો હતો. જ્યારે સુરત દાવત રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉમેદ અહેમદ ઉર્ફે ઊબેદ મિર્ઝા 2014 થી ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપવાની પેરવીમાં હતા. બંને આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ અને ISIS સાથે જોડાયેલા હતા. લોન વુલ્ફ એટેક માટે હથિયારો પણ એકત્ર કરવાની ફિરાકમાં હતા. અમદાવાદમાં હુમલા માટે ધાર્મિક સ્થળની રેકી પણ કરી હતી.

સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ થકી ટેરર એટેક માટે યુવાનોને ગુમરાહ કરી 4 આતંકી પણ તૈયાર કર્યા હતા. જેઓ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ બેંગ્લોર અને કલકતામાં પણ આતંકીઓના સંપર્કમાં હતા. અમદાવાદ ATS એ બન્ને આતંકીઓને વર્ષ 2017 માં અંકલેશ્વર અને સુરતથી ઝડપી લીધા હતા. જેઓ સામે અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. ટેરર કેસમાં 75 સાહેદો, ATS ની તપાસનો નિચોડ, ડિજિટલ, સર્વેલન્સ પુરાવા, ડેટાઓ, લેપટોપ, મોબાઈલ અને પેન ડ્રાઈવ રજૂ કરાયા હતા. જેઓને ગ્રાહ્ય રાખી સેશન્સ જજે બંને આતંકીઓ કાસીમ સ્ટીમ્બરવાલા અને ઉબેદ મિર્ઝાને છેલ્લા શ્વાસ સુધી કેદની સજાનો હુકમ આજે કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજની ટીમ પર હુમલો. માટી ખોદકામની તપાસ કરવા ગયેલ ટીમ પર સાત શખ્સોનો લાકડીઓ વડે હુમલો….

ProudOfGujarat

છોટાઉદેપુર રાજ્યમાં ચાલી રહેલા પ્રાથમિક શિક્ષકોની માંગ સામેની લડત માટે શિક્ષકોનાં હિત માટે આક્રમક રીતે લડત આપીશું તેવો હુંકાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રમણભાઈ રાઠવા ભર્યો છે.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ ના અમલીકરણ સમિતિના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!