Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં કુરિયરના પાર્સલની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી બી ડિવિઝન પોલીસ

Share

અંકલેશ્વરમાં કુરિયરના પાર્સલની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે કુરિયરના પાર્સલમાં દારૂ સંતાડીને લઈ જવામાં આવનાર હોય આ ચોક્કસ બાતમીના આધારે એક પાર્સલની ગાડી નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ ઓમકાર-2 કોમ્પલેક્ષ પાસે ગાર્ડનમાં કુરિયરમાં બે પાર્સલમાં અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવીને બીજા પાર્સલ અમદાવાદ ખાતે આપવા ગયેલ છે અને આજરોજ સવારના સંતાડેલ પાર્સલ લેવા અમદાવાદથી નીકળી પરત અંકલેશ્વર આવનાર છે જે આધારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી કિશનસિંગ શંકરસિંગ રાજપુત ઉંમર વર્ષ 33, રહેઠાણ મોલેલા ગામ તાલુકો ખમનોર જિલ્લો રાજસમદ રાજસ્થાનને પોલીસે રંગે હાથે ઝડપી લઇ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 191 કિં.રૂ.28,300, મોબાઇલ મળી કુલ રૂપિયા 33,300 નો મુદ્દામાલ ઝડપી લઇ પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી બી ડિવિઝન પી.આઇ. વી.યુ. ગડરીયાના માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ, કોન્સ્ટેબલ સહદેવસિંહ સહિતના એ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત : નવાગામ ડીંડોલીમાં ટુ-વ્હીલરને રખડતા ઢોરે અચાનક અડફેટે લેતા મહિલા પટકાઈ, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

વડોદરાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

શુકલતીર્થ ગામે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ખેતીનું મુહૂર્ત કરતાં ખેડૂત પરિવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!