ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ અને લગામ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા સહિતમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ દ્વારા રાત દિવસ વિવિધ સ્થળે દરોડા પાડી જુગારીઓ તેમજ બુટલેગરો સહિત ગુનાખોરીની દુનિયા સાથે સંકળાયેલ તત્વોને કાયદાના પાઠ ભણાવી જેલના સળીયા ગણતા કરવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા અંકલેશ્વરમાં પાડવામાં આવેલ દરોડામાં 9 જેટલાં જુગારીઓ ઝડપાઈ જતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મી અંકલેશ્વર ખાતે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના યોગી એસ્ટેટ-2 ખાતે આવેલ ધૈર્ય બિલ્ડકોન નામની ઓફિસમાં દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડામાં પત્તા પાના વડે જુગાર રમતા 9 જેટલાં ઈસમો ઝડપાઈ ગયા હતા.
ક્રાઇમ બ્રાંચે મામલે (1) કલ્પેશ ભનુભાઈ વાસાણી રહે.નાથ ધ્વારા રેસીડેન્સી, જીઆઈડીસી અંકલેશ્વર (2) ભરતભાઈ લક્ષ્મણભાઈ અંભાગી રહે,શુકન રેસીડેન્સી જીઆઈડીસી અંકલેશ્વર (3) અશોકભાઈ વંસતભાઈ સાંગાણી રહે,વલ્લભ વાટિકા સોસાયટી અંકલેશ્વર (4) હસમુખભાઈ ધીરુભાઈ ચોવટિયા રહે,સૂકન રેસીડેન્સી અંકલેશ્વર (5) સતીષભાઈ લાભુભાઈ વાઘાણી રહે,આવકાર રેસીડેન્સી ભાવનગર (6) હિતેષભાઇ નાગજી ભાઈ ઉઘાડ રહે,યોગી એસ્ટેડ જીતાલી અંકલેશ્વર (7) તીક્ષિતભાઈ નિલેશ ભાઈ વસાણી રહે,સાવન રેસીડેન્સી અંકલેશ્વર (8) અજયભાઇ વિઠ્ઠલભાઈ ગજેરા રહે,કેન્ડલ રિયો ગોલ્ડન પોઇન્ટ અંકલેશ્વર તેમજ (9) કિશોરભાઈ રામભાઈ વસાણી રહે,ચિત્ર ફૂટ બંગ્લોઝ અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તમામ પાસેથી દાવ પરની રોકડા રકમ સહિત વાહનો મળી કુલ 3 લાખ 10 હજાર ઉપરાંત નો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ફફડાટનો માહોલ છવાઈ જવા પામ્યો છે.