Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબ ઝડપાયા

Share

અંકલેશ્વરનાં સારંગપુર વિસ્તારમાંથી મેડિકલ ડિગ્રી વગર લોકોના જીવ જોખમમાં મૂકીને સારવાર કરતા બે બોગસ તબીબને અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે તે બંને પાસેથી કુલ રૂ. 6500 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્‍મણ નગરમાં ભાડાની દુકાનમાં ડીગ્રી વિના દવાખાનું ખોલી બે ઈસમો મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મેડીકલ સાધનો અને દવાઓ સહીતના સાધનો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળ અને હાલ જીતાલીની આઈ.એફ.રેસીડેન્સીમાં રહેતો તુષાર શ્યામ રોય અને ક્રિષ્ના સંતુ મુરારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં ધોરીમાર્ગની અધુરી કામગીરીને લઇને હાલાકી.

ProudOfGujarat

સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત વિરમગામ તાલુકામાં કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની IL TakeCare એપ દ્વારા હીટવેવ એડવાઈઝરી જારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!