કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે એકવીસમી સદીની જરૂરિયાત પ્રમાણે વ્યાપક રીતે બહુવિધ શિક્ષણ દ્વારા વાયબ્રન્ટ નોલેજ સોસાયટી અને જ્ઞાન મહા સત્તામાં રૂપાંતરિત કરવાનુ આહવાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. જેના ભાગ રૂપે લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે.
આ ઉજવણીનાં ભાગરૂપે દેશભરની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા નીતિ અંગેની જીનવટભરી સમજ આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ઉપક્રમે આજે અંકલેશ્વર ઓ એન જી સી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે આજરોજ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સંબોધતા પ્રાચાર્ય રમેશ કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ વિદ્યાર્થીઓને ચીલા ચાલુ ગોખણ પટ્ટીથી અભ્યાસ નહીં કરાવતા જુદી અને સાદી સમજથી તેમજ સાંપ્રત સમયને અનુરૂપ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. જેમાં અનેક વિવિધતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમ કે વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની ઉંમરનું પુનઃ માળખું શિક્ષણશાસ્ત્રીઓએ વિદ્યાર્થીઓની પ્રકૃતિ અને અભ્યાસ ક્રમની જરૂરિયાતના આધારે નક્કી કરી છે. જેમાં પાયાના તબક્કાના પાંચ વર્ષ, પ્રારંભિક સ્તર ધોરણ ત્રણથી પાંચનાં ત્રણ વર્ષ અને મિડલ સ્ટેજના ત્રણ અને ચાર વર્ષ સેકન્ડરીની ભલામણ કરવામાં આવી છે. આ શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓના કૌશલ્યને ખીલવવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. જે દેશને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ લઈ જશે. પ્રેસ કોન્ફરન્સમાં જવાહર નવોદય વિદ્યાલયનાં પ્રાચાર્ય તેમજ કેન્દ્રીય વિદ્યાલય, અંકલેશ્વરનાં અધિકારીઓએ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અંકલેશ્વરમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠનાં ઉપલક્ષ્યમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
Advertisement