Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ચોકડી પાસે શંકાસ્પદ “PREGABALIN” કેમિકલ પાઉડર સાથે બે ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી

Share

વાલીયા ચોકડી પાસે આવેલ આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડીમાંથી શંકાસ્પદ “PREGABALIN” કેમીકલ પાઉડર સાથે બે ઇસમોને એસ.ઓ.જી એ ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીના આધારે વાલીયા ચોકડી આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડી નં. GJ-16-AW-0586 આવતા તેને રોકી પોલીસે ટેમ્પોમાં રહેલ બે ડ્રમ તપાસ કરતા તેમાંથી “PREGABALIN” કેમીકલ પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે “PREGABALIN” કેમિકલ પાઉડર અંગે બે ઈસમોને આધાર પુરાવા બાબતે પૂછતાં સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે ગાડી ચાલક (1) કર્મિરામ વિરારામ હોતીજી અને (2) રામમિલન દૂનમૂન ઓરીની અટકાયત કરી PREGABALIN કેમીકલ પાવડર 50 કિ.ગ્રા. કિ.રૂ.1,60,000, એક બુલેરો પિકઅપ ગાડી કિંમત રૂ.7 લાખ અને બે નંગ મોબાઈલ. કિં.રૂ. 10 હજાર મળીને કુલ રૂ.8,70,000 નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબ્જે કરીને બંને ઇસમો વિરુદ્ધ CRPC કલમ 41(1)ડી મુજબ અટક કરીને તેમની પૂછતાછ કરાઈ હતી. બંને ઇસમોની પુછપરછ કરતા “PREGABALIN” કેમિકલ પાઉડર પાનોલી જી.આઈ.ડી.સી.ની પ્રકાશ કેમિકલ્સમાથી માલ ભરી મુંબઇ ખાલી કરવા નિકળેલ તે દરમિયાન માર્ગમાં બે ડ્રમમાંથી ઓરિજિનલ માલ કાઢી તેમાં સફેદ મિઠું ભરી મુંબઇ ખાતે ખાલી કરી દીધેલ હતું. જે બાબતે પ્રકાશ કેમિકલ કંપનીને જાણ કરતા રીકવર કરેલા માલ તેઓનો જ હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે પાનોલી પોલીસ મથકમાં ખાતે કલમ 407 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

अमेज़ॅन प्राइम वीडियो ऐप अब जिओ सेट-टॉप-बॉक्स पर भी होगा उपलब्ध !

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૩૦૭ ગામ તળાવો તથા ૧૫૩ ચેકડેમો લોકભાગીદારીથી ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

નેત્રંગ પોલીસે જુગારધામ પર રેડ કરી બે લાખ ઉપરાંતનાં મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!