ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં કાર્યરત માનવ સેવા ટ્રસ્ટના કર્તા હર્તા ઉપર છેલ્લા પંદર દિવસથી કોલ આવતા હતા કે માંડવા નજીક રોડ ઉપર વરસાદી માહોલમાં એક મન બુદ્ધિ વૃધ મહિલા દયનિય સ્થિતિમાં રોડ ઉપર છે, જે બાદ સંસ્થાના કર્મીઓએ સ્થળ પર જઈ મહિલાનું રેસ્ક્યુ કરી તેઓને સુરત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.
સંસ્થાના લોકો દ્વારા મહિલાની પૂછતાછ કરતા તેઓ યુપી બિહારના વતની હોવાનું જણાવતા હતા, તેઓની હાલત અહીંયા આવ્યા બાદ ખુબ ખરાબ હતી, મહિલા પાસે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે તેઓની પાસે અંદાજીત 70 થી 80 હજારની રોકડા મળી હતી.
મહિલા પાસેથી મળેલ તમામ રોકડ રકમ નકલી હોવાનું સામે આવ્યું હતું જે જોઈ ઉપસ્થિત લોકો પણ ચોંકી ઉઠ્યા હતા, હાલ અંકલેશ્વરના જાગૃત નાગરિકની મદદથી મહિલાને સ્વસ્થ હાલતમાં સુરત ખાતે મોકલી તેઓની દેખરેખ કરવામાં આવી રહી છે.