અંકલેશ્વરની પ્રા. શા. ભડકોદરા મુકામે પીરામણ કલસ્ટરના કલા ઉત્સવ તથા બાળવાતાૅ સ્પધાૅ યોજવામા આવી. રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં બાળકવિ, ચિત્રકલા, કૌશલ્ય, ગાયન, વાદન કૌશલ્ય વિકસે તે હેતુસર કલા ઉત્સવ જી-20 થીમ વસુધૈવ કુટુમ્બકમ તેમજ one earth – one family-one future અંતગૅત યોજવામા આવ્યો. જેમા ખાનગી સહિત સરકારી શાળાઓના બાળકોએ ભાગ લીધો. આ સ્પધાૅઓ જેવી કે બાળકવિ, ચિત્રકલા, ગાયન, વાદન વગેરેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પધાૅમા પ્રથમ નંબર મેળવનાર શાળાઓ બ્લોક કક્ષાએ ભાગ લેશે. બાળકવિમાં પ્રા. શા. પીરામણની વિદ્યાર્થીની શેખ તાહેરા વાદનમાં, ચિત્રકામ સ્પર્ધામા ગામિત ઓમ ગુરુકુલ પબ્લિક સ્કૂલ, સંગીત વાદનમા પ્રા. શા. ભડકોદરાનો વિદ્યાર્થી સુરતી રાજવીર અને સંગીત ગાયનમા પ્રા. શા. બાકરોલની વસાવા રીલેક્ષા વિદ્યાથીૅની જ્યારે નિપુણ ભારત અંતગૅત બાળવાર્તા સ્પધાૅનુ આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રથમ નંબર લાવનાર બ્લોક લેવલે ભાગ લેશે. ધો. 1-2 મા પ્રા. શા. ભડકોદરાની વિદ્યાર્થીની વસાવા બિન્દા તથા ધો. 3-5 મા પ્રા. શા. પીરામણની વિધાર્થીની શેખ આફીયા, ધો. 6 થી 8 મા પ્રા. શા. પીરામણની વિદ્યાથીૅની વસાવા કરીનાએ પ્રથમ નંબર મેળવ્યો હતો.
આ ઉજવણીમાં દાતા, ગામના સરપંચ સપનાબેન, મહેશભાઇ વસાવા દ્વારા સ્પધાૅમા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને પાંઉભાજીનો લાભ આપવામા આવ્યો હતો. વિજેતાઓને ટ્રોફી ભડકોદરાનાં સરપંચ તરફથી તેમજ કલીપબોડૅ દિપકભાઇ પ્રજાપતિ તરફથી આપવામા આવ્યા હતા. આ ઉજવણીમાં સીઆરસી કો. જયેશભાઈ પ્રજાપતિ સામાજીક કાર્યકર મહેશભાઈ રમણભાઇ વસાવા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકાની પ્રા. શા. ભડકોદરા ખાતે પીરામણ કલસ્ટરનો કલા ઉત્સવ તથા બાળવાર્તા સ્પર્ધા યોજાઈ.
Advertisement