જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જી.શિ.તાલીમ ભવન, ભરૂચ દ્વારા બે દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર જુનાબેટની પ્રા.શાળામાં યોજાયો હતો. આ તાલીમ વર્ગનું આયોજન ડાયટ ભરૂચના પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટની પ્રેરણા અને માર્ગદર્શનથી કરવામાં આવ્યું. આ વર્ગના કન્વીર ડૉ.જે.એચ મોદીએ સમગ્ર સંચાલન કર્યું હતું. તેમજ જૂના બોરભાઠા બેટની પ્રાથમિક શાળાની સમગ્ર ટીમ તથા આત્મા પ્રોજેક્ટ ભરૂચનો પણ અમૂલ્ય સહકાર આ કાર્યક્રમમાં રહ્યો હતો. આ પ્રસંગે સિનિયર વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ પટેલ, નાયબ ખેતી નિયામક પઠાણભાઈ, રાષ્ટ્રીય શૈ. સંઘના મહામંત્રી કમલેશભાઇ પટેલ, એવોર્ડ વિજેતા શિક્ષક પ્રભુભાઈ પટેલ, શાળાના આચાર્ય કિરણબેન પટેલ, ઇન્દ્રવદનભાઈ, બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર વિજયભાઇ પટેલ, કૌશિકભાઈ પટેલ અને ભરુચ જિલ્લાની પ્રાથમિક શાળામાંથી 99 શિક્ષકો આ તાલીમમાં જોડાયા હતા.
મહાનુભવોનું પુસ્તક અને પુષ્પ દ્વારા સ્વાગત બાદ હેતલબેન પટેલે શાળાનો પરિચય આપ્યો હતો, મહેન્દ્ર પટેલ, પઠાણભાઈ અને કૌશિક પટેલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમાર્થી મયૂરીબેન પટેલ અને એન્થોનીભાઈએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. તાલીમાર્થીઓએ પ્રાકૃતિક ખેતી ફાર્મ, ઓમ તપોવન આશ્રમ, અને રેવા અરણ્યની મુલાકાત લીધી હતી. શ્રી હંસ નિવાસ આશ્રમના પૂ. સ્વામી સૂર્યદેવજીએ “મન ની શાંતિ “ વિષય પર પ્રેરક પ્રવચન આપ્યું હતું, આભારવિધિ ડૉ. જે. એચ. મોદીએ આટોપી હતી.
અંકલેશ્વરના જુનાબેટની પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ.
Advertisement