ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાના નેજા હેઠળ સામાજીક સંગઠન એ સંવેધાનીક હક અધિકાર તેમજ દબાયેલા કચરાયેલા લોકોને કેટલાક સંજોગોમાં સરકારી અધિકારીઓ તેમજ અસામાજીક તત્વો દ્વારા અન્યાય કે અત્યાચાર સામેની લડત ચલાવનારૂ સામાજીક સંગઠન છે જેની એક મીટીંગનું આયોજન ગતરોજ સવારે ૧૧-૦૦ કલાકે કડોદ મુકામે કરવામાં આવ્યુ હતું.
ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ નાની નરોલી દ્વારા સુરત જીલ્લાના બારડોલી તાલુકાના કડોદ મુકામે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત અને ફક્ત સુરત જીલ્લાના જ હોદેદારોએ હાજરી આપી હતી અને આવનારા દિવસોમાં કઈ રીતે લોકોને કાયદો વ્યવસ્થાથી પરિચિત કરાવવું તેમજ વ્યસન મુક્તિ કરાવવું તેમજ કાયદાની જોગવાઈ મુજબ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો આ તમામ પ્રકારની જાણકારીની હોદેદારોમાં ચર્ચા વિચારણા થઇ હતી જેમાં સુરત જીલ્લા ભીલ ફેડરેશનના પ્રમુખ રમેશ ભાઈ રાઠોડ, સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ ના સુરત જીલ્લા ઉપપ્રમુખ અરવિંદ ભાઈ રાઠોડ, ભીલ ફેડરેશન ના ગુજરાત ના પ્રમુખ મુકેશ ભાઈ વસાવા, બારડોલી તાલુકાના મહિલા મોરચા પ્રમુખ લક્ષમીબેન રાઠોડ, ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા માંડવી તા. ના પ્રમુખ પ્રવિણભાઈ વસાવા, તથા સુરત જીલ્લા ઉપપ્રમુખ સુખા ભાઈ રાઠોડ, તેમજ સુરત જીલ્લાના તાલુકા ના પ્રમુખો હાજર રહી સંગઠન ને મજબૂત બનાવવાની જવાબદારી લઈ નિસ્થા પૂર્વક કામગીરી કરવાની ચર્ચાઓ થઈ હતી.
આમ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાની વર્ષોની લડતને વેગ આપવા સંગઠનના નિમાયેલા હોદેદારો દ્વારા ઉત્તમભાઇ વસાવાની ગેરહાજરીમાં મીટીંગનું આયોજન કરી સંવૈધાનીક લડતને આગર વધારવાની કામગીરી ને લઇ ઉત્તમભાઇ વસાવાએ તમામ હોદ્દેદારોને બિરદાવયા હતા.
મુકેશ વસાવા, અંક્લેશ્વર.