ભરૂચ જિલ્લાના કોસંબા પંડવાઇ રોડ ઉપર ઉટીયાદરાની સીમમાં સ્થીત એક બંધ કંપનીને નિશાન બનાવી ૪૦ જેટલા લોકોના ટોળાએ સિક્યુરીટી ગાર્ડ ઉપર હૂમલો કરી લૂંટ ચલાવવાની ઘટનામાં બે સિક્યુરીટી ગાર્ડનું ઘટના સ્થળે જ્યારે એક સિક્યુરીટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા અંકલેશ્વર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટ વીથ મર્ડરની આ ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ જિલ્લાના કોસંબા પંડવાઇ રોડ ઉપરના ઉટીયાદરા ગામની સીમમાં આવેલ પી.જી.ગ્લાસ પ્રાઇવેટ લીમીટેડ કંપની છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હતી. જયાં અચાનક ૪૦ જેટલા ઇસમો દ્વારા ધસી આવી ત્યાં ફરજ ઉપર ના તરસાલી ગામના ૬ જેટલા સિક્યુરીટી ગાર્ડ ઈશ્વર ગોવાભાઇ રબારી,મફતભાઈ ગોવાભાઈ રબારી,જનાર્દન ધર્મદેવ રાય. રબારી, દેવાભાઈ રબારી,પીરા ભાઈ ચેલા રબારી,ગોવા ભાઈ રબારી ઉપર હિંસક હૂમલો કરી,સિક્યુરીટી ગાર્ડને બંઘક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી હતી.
૪૦ જેટલા ઇસમો દ્વારા કરાયેલ આ હિંસક હૂમલામાં ફરજ ઉપરના બે સિક્યુરીટી ગાર્ડના ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યા હતા.જ્યારે ૪ સુક્યુરીટી ગાર્ડને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન વધુ એક સુક્યુરીટી ગાર્ડનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં દેવાભાઈ રબારી (ઉં.વર્ષ 60),પીરા ભાઈ ચેલા રબારી,ગોવા ભાઈ રબારીનું મોત નીપજતા અંકલેશ્વર પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચી ૪૦ જેટલા લોકોના સગડ મેળવવાની કવાયત સાથે કેટલાની લૂંટ ચલાવાઇ તેની તપાસ હાથધરી છે.
અંકલેશ્વરના ઉટીયાદરા સીમમાં આવેલ બંધ કંપનીમાં લૂંટ વીથ મર્ડર : ૩ ના મોત
Advertisement