આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સેવાભાવી લોકો દ્વારા એક વિશેષ કહી શકાય તેવા શ્રાદ્ધ પર્વનું આયોજન કરવામાં આવ્યું.
આમ તો હિન્દુ ધર્મની માન્યતા અને પરંપરા અનુસાર લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે શ્રાદ્ધ કરતાં હોય છે. પરંતુ આ સેવાભાવી લોકો દ્વારા રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે આજે સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે ઓળખાતી આમવસ્યાની તિથિએ શ્રાદ્ધ પર્વ યોજી એક વિશેષ કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી.
Advertisement