ભરૂચ જીલ્લામાં ધમધમતી કંપનીઓ પર કોઇ જાતનું નિયંત્રણ હોય તેમ જણાતું નથી આડેધડ કંપનીઓ દ્વારા આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે. વાલિયા ચોકડી પાસે આવેલ અંકલેશ્વર GIDC નાં ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી છોડાતા આજુબાજુનાં ગામોનાં ભૂગર્ભ જળસ્તર પર તેની અસર થઈ રહી છે. જેના પગલે ખેડૂતોની ખેતીની ઉપજ પણ ઘટી રહી છે. આમલાખાડીમાં પ્રદુષિત પાણી બેરોકટોક છોડાતા ખેડૂતો અને લોકોમાં રોષની લાગણી ફેલાય ગઈ છે. કેટલાક ઘરોમાં હજી પણ પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. આમલાખાડી નજીક વિવિધ સોસાયટીઓ દ્વારા જયારે પીવાનાં પાણી અંગે જયારે બોર કરવામાં આવે છે ત્યારે પ્રદુષિત અને રંગીન પાણી આવતું હોવાની ફરિયાદ ઊભી થઈ છે.
Advertisement