NCT નું એફલૂએન્ટ વહન કરી કાંતિયાજલ પાસે ના દરિયા સુધી જતી પાઇપ લાઇન માં હાંસોટ તાલુકા ના કતપોર ગામ પાસે ભંગાળ સર્જાતા આજે NCT નું પંપીંગ બન્ધ કરવાની ફરજ પડી હતી. અને આવી ઇમરજન્સી માટે અનામત રખાયેલ (રિઝરવડ પોન્ડ) પહેલાથી જ ભરાયેલ હોવાને કારણે અને જીઆઇડીસી માંથી એફલૂએન્ટ ચાલુ હોવાને કારણે ફાઇનલ સમ્પ માંથી એફલૂએન્ટ ખાડી માં જઇ રહ્યું છે. અને આમ આમલખાડી માં મોટા પ્રમાણ માં પ્રદુષિત પાણી જતા આમલખાડી પ્રદુષિત થઈ રહી છે.
આ બાબતે પૃકૃતિ સુરક્ષા મંડળે NCT ના અધિકારી શ્રી આલોક કુમાર ના પૂછતાં શ્રી આલોક કુમારે જણાવ્યું હતું કે કતપોર મુકામે લાઇન માં ભંગાળ થયો હોવાના કારણે અને હાલ એફલૂએન્ટ સનગ્રહ માટે ના બનાવેલ પોન્ડ પણ ફૂલ હોવાથી એફલૂએન્ટ ખાડીમાં જઇ રહ્યું છે અને અમે તેને રોકવાના પ્રયત્ન કરીએ છીએ. અમોએ ઉદ્યોગકારો ને એફલૂએન્ટ રોકવા ની સૂચના આપી છે.
Advertisement