Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઓદ્યોગિક પ્રદુષિત પાણીને ખાડીઓમાં નિકાલ કરવાનું કોભાંડ ઝડપાયું જીપીસીબી અજાણ કે શામેલ ? અમરાવતી ખાડીમાં પણ અસંખ્ય માછલીઓનું મૃત્યુ .  

Share

 ઓદ્યોગિક પ્રદુષિત પાણીને દરિયા સુધી વહન કરતી NCT ની પાઈપલાઈનમાંથી વાલ્વ ખોલી પ્રદુષિત પાણી ને આમલાખાડીમાં તેનો નિકાલ કરવાનું કોભાંડ સ્થાનિક NGO દ્વારા ઝડપી પડાયું છે.ગઈ કાલે અમરાવતી ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓનું મૃત્યુ થયું છે અને તે માટે પણ ઓદ્યોગિક પ્રદુષિત પાણી જ જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરી રહી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળને માહિતી મળી હતી કે પ્રદુષિત પાણી ને સુદ્ધ કરી દરિયા માં ઠાલવવાની જવાબદારી સંભારતી NCT (નર્મદા ક્લીન ટેક ) ના અધિકારીઓ અને કોન્ટ્રકટરની મિલીભગતથી અવારનવાર આ ઓદ્યોગિક પ્રદુષિત પાણીને  અમરાવતી,આમલાખાડી કે અન્ય વરસાદી ખાડીઓમાં છોડી દેવામાં આવે છે. ગઈ કાલે આ બાબતની તપાસમાં માલુમ પડ્યું છે કે અંકલેશ્વર તાલુકાના બોઇદરા ગામની હદ વિસ્તારમાં આવેલ આ NCT ની પાઈપ-લાઈનમાંથી પ્રદુષિત પાણીને આમલાખાડીમાં છોડવામાં આવી રહ્યું છે.સ્થળ પર હાજર NCT ના કર્મચારીઓ ની પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબના કેહવાથી આ વાલ્વ ખોલવામાં આવ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “અમોને મળેલ માહિતી મુજબ સ્થળ તપાસ કરતા જોવામાં આવ્યું છે કે બોઇદરા ગામની હદ વિસ્તારમાં આવેલ NCT ની લાઈનનો વાલ્વ ખોલી આમલાખાડીમાં પ્રદુષિત પાણી ઠલવાઈ રહ્યું છે.જે ગઈ કાલ થી આજ સુધી ચાલુ છે.અને આવા જ કૃત્યો ને કારણે પર્યાવરણ ને ગંભીર કશાન થાય છે ખેડૂતો આમ્લાખાડી ના પાણીને ખેતીમાં ઉપયોગમાં લેતા છે અને આ પ્રદુષિત પાણીથી જળચળ પ્રાણીઓના મૃત્યુ થાય છે. ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થાય છે. ગઈકાલે અમરાવતી ખાડી પ્રદુષિત થવાને લીધે હજારો માછલીઓના મૃત્યુ થયા છે અને તે માટે પણ આવાજ કૃત્યો જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.અને અમારી તપાસમાં માલુમ પડ્યું છે કે આ કોઈ આકસ્મિક નથી આ સુનિયોજિત છે જે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ના આદેશ મુજબ થયું છે. જીપીસીબી આ બાબતે અજાણ છે કે શામેલ છે ? એ કહી શકાય એમ નથી પરંતુ આ વાંરવાર ના બનતા બનાવો થી કહી શકાય કે પરિસ્થિતિ જીપીસીબીના નિયંત્રણમાં નથી એ સ્પષ્ટ દેખાય છે. જયારે જયારે NCT ની લાઈન માં ભંગાણ સર્જાય છે ત્યારે તેઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખાડીઓમાં નિકાલ કરવામાં આવે છે. અને NCT ની લાઈનો માં વાંરવાર ભંગાણ સર્જાય છે છેલ્લા ૨ મહિનામાં ૧૫ થી વધુ વખતે લાઈન માં ભંગાણ સર્જાયું છે. ૩ દિવસ પેહલા અમરાવતી ખાડી પાસે ભંગાણ સર્જાયું હતું જે રીપેર થયા પછી ચાલુ કરતા ફરીથી હાંસોટના ઉતરાજ પાસે ભંગાણ સર્જાયું છે. અને આવી પરિસ્થિતિમાં પ્રદુષિત પાણીની આવક બંધ કરવી જોઈએ પરંતુ તેવું ના કરતા આ પરિસ્થિતિ સર્જાય છે અને તે સુનિયોજિત છે. અમારી માંગણી છે કે આ કોભાંડ ની તપાસ કરવામાં આવે અને આમાં શામેલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.
 

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રીએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકાનાં બચુભાઈ વસાવા વિજયી થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!