અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વડોદરાના રેન્જ આઈ.જી તેમજ ભરુચ જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી દારૂ જુગારની અસામાજિક પ્રવૃતિ ચલાવતા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચનાને પગલે અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધૂળીયાએ બાતમીના આધારે જીનવાલા સ્કૂલ પાસેથી સફેદ કલરનો ટેમ્પો નંબર GJ-21-W-7579 માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલો, ટેમ્પો સહિત રૂ. 8,23,100/- નો મુદ્દામાલ પકડી પાડી રમેશ ધુલાડભાઈ વસાવા તેમજ ટેમ્પો ચાલક અમિત ઉર્ફે કાળિયો નામના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતાં અંકલેશ્વર શહેરમાં અસમાજિક પ્રવૃતિઓ કરતાં લોકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. આમ અંકલેશ્વર પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે .
છતાં પણ પોલીસ આવી કામગીરી કરે છે. આરોપીઓ પકડાય છે છતાં દારૂ પીવાવાળો પીવે છે વેચવાવાળો વેચે છે અને આ ધટનાક્રમ ચાલ્યા જ કરે છે. પ્રજા એવું વિચારે છે કે આ બધુ ખરેખર બંધ થશે.પોલીસ દરરોજ આવી કાર્યવાહી કરતી રહે અને ખરા અર્થમાં અસમાજિક પ્રવૃતિઓને નાબૂદ કરે એવિ લોક લાગણી અને ચર્ચા ઉઠવા પામી છે .
અંકલેશ્વર શહેર પૉલિસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ. 8,23,100 /- ના મુદ્દામાલની બોટલો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ
Advertisement