Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૂચિત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાટે જમીન સંપાદન અર્થે અંકલેશ્વર તાલુકાના સરફુદીન ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Share

અમદાવાદ થી મુંબઈ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અર્થે જમીન સંપાદનની કામગીરી દરમ્યાન આજરોજ અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામે તંત્ર દ્વારા કાચા મકાનોના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સરફૂદ્દીન ગામે ૭ જેટલા કાચા મકાનો દબાણ હેઠળ આવતા તેને હટાવવા કોન્ટ્રાકર કંપની એલ.એન્ડ ટી અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે પહોચી હતી.જો કે મકાનમાં રહેતા લોકોએ વિરોધ નોધાવ્યો હતો અને કામગીરી અટકાવી દીધી હતી .તો દબાણ હેઠળ આવતું આંગણવાડી કેન્દ્ર તોડી પાડવામાં આવ્યુ હતું.ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મકાન ખાલી કરવાની કોઈ પણ જાતની નોટીસ વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેઓએ સ્થળાંતર માટે તૈયાર છે પરંતુ તેમને યોગ્ય જગ્યાની ફાળવણી કરવામાં આવે એવી તેઓએ માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : પ્લાસ્ટિક થેલીનો પ્રતિબંધ હોવા છતાં બેફામ ઉપયોગ, સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં.

ProudOfGujarat

RSS ના કાર્યકરો કરી રહ્યા છે કોવિડ દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર

ProudOfGujarat

નવસારી : વેસ્મા ખાતે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!