એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર મા અંકલેશ્વર નગરપાલિકા જાણે સ્વચ્છ ભારતની વાતોના ધજીયા ઉડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે, હાલ અંકલેશ્વરની પ્રજા ડેન્ગ્યુના રોગોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે અત્યારે અંકલેશ્વર માં કેટલી જગ્યાએ લોકો ડેન્ગ્યુનો શિકાર બન્યા છે, થોડાક દિવસો પહેલા અંકલેશ્વરમાં ડેન્ગ્યુના કારણે એક બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે હવે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના સ્થાનિકો ઉભરાતી ગટર ને લઈને મૂંઝવણમાં મુકાયા છે, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પાછલા કેટલાક દિવસોથી ઉભરાતી ગટરો સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકો વહેલા તકે આ ઉભરાતી ગટરો નું નિરાકરણ ન આવે તેવી અંકલેશ્વર નગરપાલિકાને માંગ કરી રહ્યા છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોને પણ ડેન્ગ્યુ નો ભય સતાવી રહ્યો છે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર નાના બાળકો પણ આ ગટરના પાણી માંથી પસાર થઈ રહ્યા છે ત્યારે બાળકોને પણ કોઈ રોગના થઈ જાય તેવી પણ સ્થાનિકોને ચિંતા સતાવી રહી છે, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ઉભરાતી ગટર ને લઈને પત્રકાર દ્વારા પણ અંકલેશ્વરના કારોબારી ચેરમેનને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમને પણ સંતોષકારક જવાબ ન આપ્યો હતો, ત્યારે હવે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોની સમસ્યા નું નિરાકરણ ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું.
અંકલેશ્વર-ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, ડેન્ગ્યુનો વાવર હોવાથી વહેલા તકે કામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ….
Advertisement