આજે પણ માનવતા જીવે છે તેઓ એક કિસ્સો અંકલેશ્વરના બસ ડેપો માંથી આવ્યો છે જેમાં રાજપીપલા ગામમાં રહેતા કુણાલ ભાઈ પટેલ બસમાં મુસાફરી કરી અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન તેમના જરૂરી ડોક્યુમેન્ટ અને 50000 રૂપિયા ઉપરાંતનું એક લેપટોપ અને બેગ સરકારી બસમાં જ ભૂલી ગયા હતા ત્યારે અંકલેશ્વર ના બસ ડેપોમાં બસ સફાઈનું કામ કરતા મનીષભાઈ ની સફાઇ દરમિયાન એક બેગ મળી આવ્યું હતું જેમાં લેપટોપ અને જરૂરિયાત ડોક્યુમેન્ટ હોય તે બેગ લઈને તરત જ અંકલેશ્વર બસ ડેપોને જમા કરાવ્યું હતું ત્યાર બાદ અંકલેશ્વર ડેપો મેનેજરે ડોક્યુમેન્ટ ના માધ્યમથી મુસાફર ને જાણ કરી અંકલેશ્વર બોલાવી તમામ ડોક્યુમેન્ટ તથા લેપટોપ તેમને પરત આપ્યું હતું ક્યારે મુસાફરે પણ અંકલેશ્વરના ડેપો મેનેજર તથા સફાઈ કામદારને આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર અંકલેશ્વર ડેપોના સ્ટાફે પણ સફાઈ કામદારની આવી પ્રશંસનીય કામગીરી ને આવકારી હતી અને અભિનંદન પાઠવ્યા હતા
અંકલેશ્વર- બસ ડેપોના સફાઈ કામદારે મુસાફરને લાખો રૂપિયાનો સામાન પરત આપી માનવતાની મહેક પ્રસરાવી….
Advertisement