ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ પી. એન. પટેલ તથા તેમની ટીમ ગુનાખોરીને ડામવા સઘન પેટ્રોલિંગ કરી રહી છે. દરમિયાન અંકલેશ્વર શહેરમાં આવેલા નગરપાલિકાના શોપીંગ સેન્ટરની પાછળના ભાગે નશાકારક વસ્તુઓના વેચાણની બાતમી મળી હતી.
જેના આધારે દરોડો પાડવામાં આવતાં હાંસોટના નાની બજાર વિસ્તારમાં રહેતા ઝાકીરહુસેને અબ્દુલસમદ કાનુગા અને અંકલેશ્વરની પરચેસ સોસાયટીમાં રહેતાં મોહંમદઝુબેર સલીમ મુલ્લાને ઝડપી પાડયાં હતાં. તેમની પાસેથી 155 ગ્રામ ચરસનો જથ્થો, 40 હજાર રૂપિયા રોકડા તથા અન્ય સાધનો મળી કુલ 1.06 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લેવાયો છે. હાંસોટનો ઝાકીરહુસેન ચરસનો જથ્થો લાવી મોહંમદઝુબેરને આપતો હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પૈકી એક ઝાકીરહુસેન કાનુગા હાંસોટના કૃખ્યાત સ્વ. સાબીર કાનુગાનો ભાઇ હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.
અંકલેશ્વર નગરપાલિકાના શોપીંગ સેન્ટર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે 155 ગ્રામ ચરસ સાથે બે આરોપીને ઝડપી પાડયાં છે.
Advertisement