હાલ સમગ્ર ભરૂચ અંકલેશ્વર ની સામાન્ય પ્રજા લારી ગલ્લા ઉપર નાસ્તો તથા ભોજન કરતી હોય છે પરંતુ લારી ગલ્લાવાળા કોઈપણ જાતની સ્વચ્છતા રાખ્યા વગર સ્વાસ્થ્ય જોડે ચેડા કરતો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે લારી ગલ્લાવાળા ખુલ્લામાં જ નાસ્તો અને ભોજન બનાવતા હોય છે ત્યારે નાસ્તા અને ભોજન મા વપરાતા શાકભાજી કઈ કક્ષાના વપરાશ કરી રહ્યા છે તથા મરી મસાલો કઈ કક્ષાનો વપરાશ કરી રહ્યા છે તેલ મરચું મીઠું કઇ કક્ષાનું ઉપયોગ કરી રહ્યા છે તે જાણવું ખૂબ જ મહત્વનું છે ત્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ જાણે ઓફિસમાં બેસીને દર મહિને બેઠો પગાર લેતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભરૂચ-અંકલેશ્વરમાં વધી રહેલા રોગોને ધ્યાનમાં લઈને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ આવા નાના-મોટા લારી ગલ્લા ચલાવતા અને સ્વાસ્થ્ય જોવે છેતરપિંડી કરતા લોકો પર આવેલા તકે ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી હાલ લોક બૂમ ઉઠવા પામી છે
અંકલેશ્વર- આરોગ્ય સાથે છેતરપિંડી કરતા ખાણીપીણીના ગલ્લા ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારે ચેકિંગ હાથ ધરશે…??
Advertisement