Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વ અનિલભાઈ વસાવા ના જન્મદિન નિમિત્તે આદિવાસી સમાજ વિકાસ મંડળ તેમજ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણ અને જરૂરીયાત મંદ બાળકોને સ્કુલ બેગ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Share

અંકલેશ્વર અને આજુબાજુના ગામડાઓમાં જનજાગૃતિ ફેલાવનાર, ગરીબ બાળકોના શિક્ષણ માટે લડનાર નવ લોહીયો યુવાન અનિલ વસાવાનો આજે જન્મ દિવસ.. સમસ્ત આદિવાસી સમાજ માટે અનિલભાઈનું યોગદાન કાંઈ ઓછું નથી. અનિલભાઈના બલિદાન માટે શબ્દો ખુટી પડે.. આદિવાસી સમાજને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરવાની ખેવના રાખતો આ નવયુવાન યોદ્ધો આજે આપણી વચ્ચે નથી.. ખેર, પ્રકૃતિને જે ગમ્યું તે ખરું.. યુવાનો માટે અનિલભાઈ આજેય રોલ મોડલ(આધુનિક બિરસા) છે.. આજે સ્વ અનિલભાઈ વસાવા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજ વિકાસ મંડળ અને સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નવા હરીપુરા અને આસપાસની સ્કૂલોના જરૂરીયાત મંદ બાળકોને સ્કુલ બેગ નું વિતરણ કરી સ્વ અનિલભાઈ વસાવાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ ની મદની પ્રાઈમરી સ્કુલ ના બાળકો નો સ્પોર્ટ ડે આજ રોજ સબ જેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર પીરામણ બ્રિજ પાસે રેલવેની લાઈનનો ઓવરહેડ કેબલ તૂટતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો.

ProudOfGujarat

ભરૂચ : સહકારી ચૂંટણીઓ સમયસર યોજવા માટે કોંગી અગ્રણીની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!