ગઈ કાલે રાત્રે અંકલેશ્વર જી આઈ ડી સી ના પ્લોટ ન. 725 માં આવેલ સહજાનંદ કેમિકલ નામ ની કમ્પની માંથી શંકાસ્પદ ટેન્કર ન. GJ2ZZ5657 એસિડિકકેમિકલ વેસ્ટ ભરી બહાર નિકરતા પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સભ્યો દ્વારા જીપીસીબી અંકલેશ્વર ના અધિકારી શ્રી ત્રિવેદી સાહેબ ને માહિતી આપવા અર્થે ફોન કર્યો હતો જોકે તેમણે ફોન રિસીવ કર્યો ના હતો કે મોડે થી પણ જવાબ આપ્યો ન હતો. આ દરમ્યાન આ ટેન્કર હાઇવે પર થી ભરૂચ તરફ જતા ભરૂચ જીપીસીબી ના અધિકારી શ્રી ફાલ્ગુન મોદી સાહેબ ને આ જાણકારી આપી હતી જ્યાં તેમણે તેમની ટિમ ને સાથે રાખી નબીપુર બ્રિજ પાસે આ ટેન્કર ની તલાશી લેતા ટેન્કર ના કે ટેન્કર ને વહન કરવાના કોઈ પણ જાતના અધિકારીક કે બિન અધિકારીક દસ્તાવેજો મળ્યા ના હતા . ડ્રાઇવરે જણાવ્યું હતું કે શ્રી જયેશભાઇ ભરવાડ દ્વારા આ કેમિકલ અંકલેશ્વર થી ભરાવ્યું છે અને અમદાવાદ ની કોઈ બન્ધ કમ્પની માં ખાલી કરવાનું જણાવેલ છે. જીપીસીબી ની ટિમ દ્વારા સેમ્પલ ચકાસણી કરતા લાલ કલર નું વાશ મારતું અને પ્રાથમિક દ્રષ્ટિએ શુદ્ધ એસિડિક કેમિકલ જણાયું હતું. હાલ જીપીસીબી એ નબીપુર પોલીસ માં ફરિયાદ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે .
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંકલેશ્વર જીપીસીબી ને એક અડવાડીઆ અગાઉ પણ મૌખિક માં જણાવ્યું હતું કે સહજાનંદ કેમિકલ માં ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ ની શંકાસ્પદ કાર્યવાહી કાર્યવાહી ચાલી રહી છે જે તપાસ કરવા વિનંતી કરી હતી. અને આજે પણ જયારે ટેન્કર લોડ થઈ રહ્યું હતું અને બહાર નિકર્યું ત્યારે પણ જીપીસીબી ના અધિકારી ને ફોન કર્યા હતા જેનો કોઈ જવાબ મળ્યો ના હતો જો જીપીસીબી અંકલેશ્વર ત્વરિત કાર્યવાહી કરતે તો આ ટેન્કર ને અંકલેશ્વર હદ વિસ્તાર માં પણ ઝહડપી શકતે અને મુખ્ય સૂત્રધાર પણ સિકન્જા માં લઇ શકાય એમ હતું પરંતુ અંકલેશ્વર જીપીસીબી ની કાર્યવાહી સુસ્ત જણાઈ હતી. આવા અનેક એવા કિસ્સાઓ બની રહયા છે જેમાં કેમિકલ ની ગેરકાયદેસર ની વહન ની પ્રવૃત્તિઓ શામેલ છે. આવા બનાવોમાં મનુષ્યવધ ના બનાવો પણ બન્યા છે છતાં તંત્ર ની નિષ્કારજી ને લીધે આવી પ્રવૃત્તિઓ આજે પણ બે રોકટોક ચાલે છે જે માટે તંત્ર જવાબદાર છે.
અંકલેશ્વરની સહજાનંદ કંપનીમાંથી શંકાસ્પદ એસિડિક કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર ઝડપી પાડતું પ્રકૃતિ સુરક્ષા મંડળ….
Advertisement