હાલ ગુજરાતની અંદર મોટાપાયા માં આયોજકો નવરાત્રી મહોત્સવને જાણે કે એક ધંધો બનાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે, હજારો રૂપિયાની એન્ટ્રી પાસ રાખી મધ્યમ વર્ગના લોકોને મૂંઝવણમાં મુક્યા હોય તેવું લાગી રહ્યું છે,ત્યારે પાછલા કેટલાક વર્ષોથી જાણે શહેરી ગરબાઓ કઈક ને કઈક ખોવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી જાણે ફરી એકવાર બજારોમાં શેરી ગરબાનો રંગ જોવા મળ્યો હતો, ત્યારે અંકલેશ્વરના માલિક ખડકી વિસ્તારમાં પણ શેરી ગરબા મા ગરબા ખેલૈયાઓ મા જગદંબાના ગરબે જુમી ઉઠ્યા હતા અને ફરી એકવાર શેરી ગરબા મા રંગ લાગી ગયો હતો, ત્યારે અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી મા જગદંબાની પંચમુખી મૂર્તિ સ્થાપિત કરી નવ દિવસની નવરાત્રીના માં જગદંબા ના ગરબા રમી રાત્રી દરમિયાન માં જગદંબાની આરતી ઉતારી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર ના માલીખડકી વિસ્તારમાં જામી શેરી ગરબા ની રમઝટ, ખેલૈયાઓ માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યા..
Advertisement