આજરોજ શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ અને કોમર્સ કોલેજ , અંકલેશ્વર ખાતે વન વિભાગ અને NSS – ” રાષ્ટ્રીય સેવા યોજના ” તથા ” સપ્તધારા – સમુદાયિક સેવા ધારા ” ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તથા કોવિડ-૧૯ વેક્સિનેશન રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સર્વ પ્રથમ વૃક્ષારોપણમાં ઈન્ચાર્જ આર.એફ.ઓ દિનેશ ડામોર તથા વન રક્ષક શૈલેષ વસાવા – વનવિભાગ અંકલેશ્વર તથા કોલેજના આચાર્ય ડો. હેમંત દેસાઈ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફીસર તથા સપ્તધારા કોર્ડીનેટર રાજેશ પંડ્યા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો. જયશ્રી ચૌધરી, સામુદાયિક સેવા ધારાના કન્વીનર ડો. કે. એસ. ચાવડા તથા અન્ય અધ્યાપકગણ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વન વિભાગ તરફથી વિદ્યાર્થીઓને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું .
વૃક્ષારોપણ પછી NSS – ” રાષ્ટ્રીય સેવા યોજના ” અને સપ્તધારા સામુદાયિક સેવા ધારા ઉપક્રમે ” કોવિડ-૧૯ વેક્સિનેશન-રસીકરણ ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર સુશાંતભાઈ કઠોરવાલા, PHC સજોદ સુપરવાઈઝર નિમેશભાઈ પટેલ , કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પરમાર અંકિતાબેન સુરેશભાઈ ,ફિમેલ હેલ્થ વર્કર રમીલાબેન પટેલ, આશા વર્કર મીનાબેન પટેલ તથા હિનાબેન પટેલ હાજર રહ્યા હતા. આ કોરોના વોરિયર્સને ફૂલ આપીને તથા મેડલ પહેરાવીને કાર્યકારી આચાર્યશ્રી ડો હેમંત દેસાઈ, સપ્તધારા કોર્ડીનેટર તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.રાજેશ પંડ્યા તથા ડો. જયશ્રી ચૌધરી , સામુદાયિક સેવા ધારા કન્વીનર ડો.કે.એસ. ચાવડા, પૂર્વ કેમ્પસ એમ્બેસેડર સોહેલ દિવાન, શીતલ પરમાર તથા આગામી કેમ્પસ એમ્બેસેડર કિશન આહીર, પાયલ કેશવ પટેલે સન્માનિત કર્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર સુશાંતભાઈ કઠોરવાલાએ વિદ્યાર્થીઓને કોરોના સામે જંગ જીતવા માસ્ક પહેરવા, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા આગ્રહ કર્યો હતો. યુનિ.પરીક્ષા આપવા બેસનાર વિદ્યાર્થીઓ માટે કોરોના વેકસિન લેવાની હોવાથી રસીકરણને સફળ બનાવવા પરીક્ષામાં સારુ પરિણામ લાવવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સુનિલ પરમાર, ચિરાગ આહીર , રાહુલ વસાવા, અંકિત પરમાર, નિમિષા આહીર, બ્રીંજલ પટેલ, દેવાંગી પટેલ, દિપાશા પરમાર, તેજસ આહીર, કૃપાલી આહીર વગેરેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રસીકરણ પછી સૌને બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા હતા.
હાલમાં covid-19 ની વૈશ્વિક મહામારીમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના હેતુસર દેશમાં રસીકરણ કાર્યક્રમ ચાલુ છે . જે અંતર્ગત યુનિવર્સિટીના તમામ ૧૮ વર્ષથી ઉપરની વયના વિદ્યાર્થીઓને કોરોના રોગચાળા અંગેની પ્રવર્તમાન કાયદા અનુસાર રસીકરણ કરાવવુ આજ્ઞાનુસાર વિનંતી કરવામાં આવી છે અને તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સર્વે યુનિવર્સિટીઓના તમામ વિદ્યાર્થીઓને કોરોનાની વ્યક્તિને આપવા બાબતે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. તમામ સ્વયંસેવકોએ આ રસીકરણના સેવાકાર્યમાં સહયોગ આપ્યો હતો.