અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ *ગણપતિ ઉત્સવ* દરમ્યાન રોજે રોજ પૂજાપો ફુલહાર નું કલેક્શન કરવામાં આવેલ હતું. લોકો પુજાપો ફુલહાર નર્મદા નદીમાં પધરાવી પ્રદુષણ ન થાય તેવા શુભ આશયથી કલેશન કરવામાં આવેલ હતું…
*ગણપતિ ઉત્સવ દરમ્યાન સ્થાપના થયેલ હોય તેવી જગ્યાઓએ થી રોજે રોજનું ફુલહારનું કુલ – દોઢ ટનનું કલેક્સન કરવામાં આવેલ હતું*
ત્યાર બાદ ગણપતિ વિસર્જન ના દિવસે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિ સાથે નદીમાં પુજાપો ફુલહાર પધરાવવામાં ન આવે તે માટે
(૧) ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર ના છેડા તરફ
(૨) જળકુંડ ખાતે તથા
(૩) સરફુદ્દીન ( બોરભાઠા ) ખાતે
કુલ નંગ – ત્રણ ટેમ્પા ૪૦૭ મૂકીને પુજાપો ફુલહાર કલેક્શન કુલ – ત્રણ ટન અને ત્રણસો પંચાણું કિલો વજન કલેક્શન કરવામાં આવેલ છે જેમાંથી પુજાપાનુ સેગ્રીગેશન કરતા અન્ય વેસ્ટ એમાંથી ત્રણસો છનનું કિલો નિકરેલ છે…
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નો પૂજાપો અને ફુલહાર નું કલેક્શન કરાયું
Advertisement