ભરૂચ-અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગણેશ ચતુર્થીની તૈયારીઓનો દોર શરૂ,
ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહનો માહોલ
ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર પંથકમાં અત્યારથીજ ગજાનંદ ગણેશ ને આવકારવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આવનાર તારીખ 2/9/19 ના રોજ ગણેશ ચતુર્થી ની સ્થાપના દિવસ હોય જેથી ગણેશ મંડળો અત્યારથીજ મૂર્તિ પસંદગી ની પ્રક્રિયા આરંભી દીધી છે.આજે રવિવાર નો દિવસ હોય તેથી અંકલેશ્વર અને ભરૂચ ના મૂર્તિકરો ના પંડાલોમાં ગણેશ મંડળ ના આયોજકો નો ઘસારો જોવા મળ્યો હતો ..જ્યારે સમગ્ર ભરૂચ-અંકલેશ્વરમાં ભક્તો દ્વારા આજ થી જ ગણેશ ચતુર્થી ની તૈયારીઓમાં લાગી ગયા છે ગણેશ જીની સવારી ની તૈયારીઓ જોરશોરમાં ગણેશ ભક્તો દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરના યુવાનોમાં ગણેશ ઉત્સવને લઇને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા તથા તાલુકાઓમાં યુવાનો ગણેશ ઉત્સવ ને લઈને વિવિધ પ્રકાર ના પ્રોગ્રામો કથાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે