ભરૂચ અને નર્મદા જિલ્લામાં આશીર્વાદરૂપ સાબિત થયેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટરમાં એક જ છત હેઠળ કેન્સરની તમામ પ્રકારની સારવાર અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાંત ડોક્ટર્સની ટિમ દ્વારા અપાઈ રહેલ છે. તેમાં પણ ખાસ કરીને રેડિયેશન થેરાપી કે જે અગાઉ સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને સુરત અને વડોદરા જવું પડતું હતું, પરંતુ હવે જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે ખુબ જ અદ્યતન અને સચોટ રેડિયેશન થેરાપીનું મશીન ઉપલબ્ધ હોઈ કેન્સરના દર્દીઓને ઘણી રાહત મળેલ છે. ખુબ જ ટૂંક સમયમાં કેન્સર સેન્ટર ખાતે ડૉ. વંદના દહિયા, MD (ફુલટાઇમ રેડિયેશન ઓનકોલોજીસ્ટ) ની આગેવાની હેઠળ રેડિયેશન થેરાપી થકી કેન્સરની સારવાર લેતા દર્દીઓનો અંક ૩૦૦ એ પહોંચ્યો છે. મોટાભાગના દર્દીઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામના હોઈ, તેઓ આ સેન્ટર થકી સફળતાપૂર્વક અને નિયમિતરૂપે સારવાર લેવા સક્ષમ બનેલ છે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાની, ડૉ. વંદના, ડૉ. ચિન્મય, ડૉ. હિમાલી અને હોસ્પિટલ સ્ટાફે દર્દીઓ સાથે ઉજવણી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો
ઉલ્લેખનીય છે કે જે બી મોદી કેન્સર સેન્ટરમાં મુખ્યમંત્રી અમૃતમ અને આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને કેન્સરની તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી રહેલ છે.
અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓની સંખ્યા ૩૦૦ એ પહોંચતા કેક કાપી દર્દીઓનો ઉત્સાહ વધાર્યો.
Advertisement